ઓટમીલ- ઓટમીલમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે, જે કોલસ્ટ્રોલ દૂર કરે છે. ઓટમીલમાં સોલ્યૂબલ ફાઈબર હોય છે, જેથી ખરાબ કોલસ્ટ્રોલ ઓછો થઈ જાય છે. ઉપરાંત ઓટમીલના ચોકરનું સેવન કરવું તે આરોગ્ય માટે ફાયદાકારક છે.
નટ્સ- બદામમાં ભરપૂર માત્રામાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે. તમામ પ્રકારના નટ્સનું સેવન કરવાથી હાર્ટ મજબૂત બને છે. ટ્રી નટ્સની મદદથી હાઈ કોલસ્ટ્રોલ ઓછો થાય છે.
એવોકાડો- એવોકાડોમાં મોનેસેચ્યુરેટેડ ફેટી એસિડ હોય છે. જે હાર્ટની બિમારીઓ સામે રામબાણ ઈલાજ તરીકે કામ કરે છે અને ખરાબ કોલસ્ટ્રોલ ઓછો કરે છે.
ઓલિવ ઓઈલ- ઓલિવ ઓઈલમાં ભરપૂર માત્રામાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે, જે હાર્ટ માટે ખૂબ જ હેલ્ધી છે. ભોજનમાં ઓલિવ ઓઈલનો ઉપયોગ કરવાથી હાર્ટ એટેકનું જોખમ રહેતું નથી.