શરીરને સ્વસ્થ અને ફિટ રાખવા માટે જ્યુસનું સેવન ફાયદાકારક છે. જ્યૂસ માત્ર શરીરને એનર્જી આપવાનું કામ કરતું નથી, પરંતુ તેમાં રહેલા પોષક તત્વો શરીરને ઘણી બીમારીઓથી પણ બચાવે છે. મોટા ભાગના લોકો મોસંબી અને દાડમનો રસ પીવાનું પસંદ કરે છે, જે વધુ મીઠી હોવાને કારણે ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલનું સ્તર વધારી શકે છે. અનાનસનો રસ કોલેસ્ટ્રોલના લેવલને કંટ્રોલ કરવા અથવા ઘટાડવા માટે વધુ ફાયદાકારક હોઈ શકે છે. પાઈનેપલમાં વિટામીન A અને C ભરપૂર માત્રામાં હોય છે, જે કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે. આ એક મોસંબી ફળ છે, જે ચરબી ઘટાડવામાં પણ મદદરૂપ થઈ શકે છે. જાણો કેવી રીતે અનાનસ કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડે છે.
હાઈ કોલેસ્ટ્રોલને (High Cholesterol) કારણે ધમનીઓમાં ચરબી જમા થવા લાગે છે, જેનાથી હાર્ટ એટેક, સ્ટ્રોક, ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર થઈ શકે છે. હેલ્થફૂલ ડોટ કોમ મુજબ, સાઇટ્રસ ફળો કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરી શકે છે, જેમાં પાઈનેપલ વધુ સારો વિકલ્પ છે.
પાઈનેપલમાં વિટામિન સી અને એ વધુ માત્રામાં હોય છે, જે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. આ ફળ વિટામિન્સ, ફાઈબર અને પ્રોટીન તત્વોથી ભરપૂર છે, જેના સેવનથી લોહીમાં હાજર કોલેસ્ટ્રોલ ઘટાડી શકાય છે.
પ્રોટીનને પચાવવામાં કરે છે મદદ
પાઈનેપલમાં બ્રોમેલેન નામનું કમ્પાઉન્ડ હોય છે, જે પ્રોટીનના પાચનમાં મદદ કરે છે. તે શરીરમાં પ્રોટીન અને વધારાની ચરબીના ફેલાવાને અટકાવે છે, જેના કારણે કોલેસ્ટ્રોલનું સ્તર ઘટવા લાગે છે. પાઈનેપલ પાચનતંત્રને પણ સુધારે છે.
ખોલે છે બંધ ધમનીઓ
હોલ ફૂડ્સ એનસાયક્લોપીડિયાના રિપોર્ટ અનુસાર, પાઈનેપલમાં જોવા મળતું બ્રોમેલેન લોહીમાં રહેલા ફેટને ઓછા કરીને બંધ થયેલી ધમનીઓ ખોલવાનું કામ કરે છે. હાઈ કોલેસ્ટ્રોલને કારણે બ્લડ સર્ક્યુલેશન ધીમી પડે છે.
લોહીને જામ (બ્લડ કોટ) થતાં રોકે છે
હાઇ બ્લડ પ્રેશરને કારણે શરીરમાં બ્લડ સર્ક્યુલેશન ઘણું ઓછું થઈ જાય છે. જેના કારણે થઈને બ્લડ કોટ થઈ જવાનું જોખમ વધુ થઈ જાય છે. પાઈનેપલમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ અને બળતરા વિરોધી તત્વો હોય છે, જે બ્લડ ક્લોત થતાં અટકાવે છે.