દરિયાપૂરના ધારાસભ્ય ગ્યાસુદીન શેખની લોકપ્રિયતામાં ટૂંક જ સમયમાં નોંધપાત્ર વધારો!
દ્વારકામાં ગઈ કાલે મોડી સાંજે તાજિયા કાઢવા બાબતે પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ

દ્વારકા જિલ્લાના સલાયામાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી જેમાં પોલીસની ગાડી ઉપર પથ્થર મારો કરાતા પોલીસે ટિયર ગેસના શેલ છોડ્યા હતા. એટલું જ નહીં ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસની ગાડીના કાંચ તોડી નાખ્યા હતા. તેમજ ગાડી પર હુમલો કરી ગાડીને પણ નુકસાન કર્યું હતું. આ ઘટનામાં એક પોલીસ કર્મીને માથાના ભાગે ઈજા થતાપોલીસ કર્મીઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
મહત્વનું છે કે સાંજના સમયે પોલીસ જ્યારે લોકોને ટોળું એકઠું ન કરવાનું સમજાવી રહી હતી ત્યારે ઉશ્કેરાયેલા કેટલાક અસામાજીક તત્વોએ બબાલ કરી હતી. અહેવાલ અનુસાર રોષે ભરાયેલા લોકોએ પોલીસની ટીમ પર પથ્થરમારો કરી પીસીઆર વાન ઊંધી વાળી દીધી હતી. જ્યારે સ્થાનિકોએ કરેલા પથ્થરમારામાં એક પોલીસ કર્મચારીને પણ માથાના ભાગે ઈજા પહોંચી છે.
હુમલો કર્યા બાદ આરોપીઓ નાસી જતા પોલીસે વધુ તપાસ હાધી છે હુમલો કરતા લોકો અગાઉ આરોપી ઈતિહાસ ધરાવે છે કે કેમ તે મામલે તપાસ કરવામાં આવી રહી છે હાલ તો સમગ્ર મામલે પોલીસ છ આરોપીઓ સામે પોલીસ ટુકડી પર હુમલો કરવા મામલે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

