બોલીવુડ જેટલું ભારત માં દર્શકો ના મનોરંજન માટે જાણીતું છે તેમ ઘણાં એવા કિસ્સા જેના લીધે બોલીવુડ ને બદનામ કરતું રહ્યું છે.
મહારાષ્ટ્ર સાયબર પોલીસે બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની પોર્ન ફિલ્મ કેસમાં ફરી નવા ખુલાસા થયા છે અને તેની ચાર્જશીટ દાખલ કરી છે.
મહારાષ્ટ્ર પોલીસે જણાવ્યું હતું કે રાજ કુન્દ્રા અન્ય લોકો સાથે મળીને ડીલક્સ હોટલોમાં પોર્નોગ્રાફી સામગ્રી સાથે ફિલ્મો બનાવતો હતો આવી ગંભીર જાણકારી મળતા બોલીવુડ માં ગંભીર માહોલ છવાયો છે,
મહારાષ્ટ્ર પોલીસે ગયા અઠવાડિયે કોર્ટમાં દાખલ કરેલી ચાર્જશીટ મુજબ શિલ્પા શેટ્ટી નાં પતિ અને બોલીવુડ નો જાણીતો ચેહરો રાજ કુન્દ્રાએ શર્લિન ચોપરા અને પૂનમ પાંડે જેવી મોડલ સાથે બે હોટલમાં અશ્લીલ ફિલ્મોનું શૂટિંગ કર્યું હતું.
આવા નવા ખુલાસા થતાં અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પરિવાર ની મુશકિલો માં વધારો થતો જોવા મળ્યો છે.