શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન માટે મોટી રાહત, NCB નહિ માંગે આગળની કસ્ટડી

 શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન માટે મોટી રાહત, NCB નહિ માંગે આગળની કસ્ટડી

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ જે રીતે રવિવારે ફિલ્મ અભિનેતા શાહરુખ ખાને દીકરા આર્યન ખાનની ધરપકડ કરી ત્યારબાદ આર્યન માટે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. એનસીબી તરફથી કહેવામાં આવ્યુ છે કે તે આર્યન ખાનની આગળની કસ્ટડીની માંગ નહિ કરે. આર્યન રવિવારે મુંબઈ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો જ્યાં કોર્ટે તેને એનસીબીની કસ્ટડીમાં મોકલી દીધો હતો. આજે આર્યન ખાનના વકીલ તેના જામીનની અરજી દાખલ કરશે. તમને જણાવી દઈએ કે આર્યન ઉપરાંત તેના દોસ્ત અરબાઝ મર્ચન્ટ, મુનમુન ધમેચાની પણ એનસીબીએ રવિવારે ધરપકડ કરી લીધી હતી. આર્યન પર ડ્રગ્ઝના ઉપયોગનો આરોપ છે.

એનસીબી તરફથી જાહેર કરવામાં આવેલ નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે બધા ત્રણ આરોપીઓને સોમવારે ન્યાયિક કસ્ટડી માટે કોર્ટમાં હાજર કરવામાં આવશે. જ્યારે પાંચ અન્ય આરોપીઓ નુપુર, ઈશ્મીત સિંહ, મોહક જયસ્વાલ, ગોમિત ચોપડા, વિક્રાંત ચોકરની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે એનસીબીને એ વાતની માહિતી મળી હતી કે ઈમ્પ્રેસ ક્રૂઝ પર રેવ પાર્ટી થવા જઈ રહી છે. ત્યારબાદ એનસીબીએ અહીં રેડ પાડી. જ્યાંથી 13 ગ્રામ કોકેન, 5 ગ્રામ એમડી, 21 ગ્રામ ચરસ, 22 એમડીએમની ટેબલેટ, 1.33 લાખ રૂપિયા કેશ જપ્ત કરવામાં આવ્યા.

પોતાના લેખિત નિવેદનમાં આર્યન ખાને એ વાતનો સ્વીકાર કર્યો છે કે તેની ધરપકડ કરી લેવામાં આવી છે. તેણે લખ્યુ કે મને મારી ધરપકડનો આધાર ખબર છે, મે આના વિશે મારા પરિવારને પણ માહિતી આપી છે. નોંધનીય વાત એ છે કે આર્યન ખાનની ધરપકડ બાદ શાહરુખ ખાનના ઘરે તેમને મળવા માટે સલમાન ખાન પહોંચ્યા હતા. થોડી વારની મુલાકાત બાદ સલમાન ખાન ત્યાંથી રવાના થઈ ગયા. આ સમાચાર સામે આવ્યા બાદ સતત બૉલિવુડમાં હોબાળો મચી ગયો છે. બૉલિવુડની ઘણી હસ્તીઓએ શાહરુખ ખાનનુ સમર્થન કર્યુ છે.

ઉલ્લેખનીય છે કે આર્યન ખાન અને અરબાઝ મર્ચન્ટને ક્રૂઝ પર મફતમાં એન્ટ્રી આપવામાં આવી હતી. શિપ પર લોકો પાસેથી 60 હજારથી 3 લાખ રૂપિયા સુધીની ટિકિટ વસૂલવામાં આવી હતી. આ શિપ ઑસ્ટ્રિયન માલિકનુ છે. એનસીબીના અધિકારીએ જણાવ્યુ કે અમે છેલ્લા 15 દિવસથી આ ઈન્ટરનેશનલ ક્રૂઝ મિશન પર કામ કરી રહ્યા હતા. અમે ઈન્ટરનેશનલ ક્રૂઝ ટર્મિનલ પર યાત્રી તરીકે આવ્યા હતા અને અમે ખુદની ઓળખ પ્રાઈવેટ સિક્યોરિટી ગાર્ડ તરીકે જણાવી હતી.

Digiqole ad Digiqole ad

Simoni Shah

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *