આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડેની મોસ્ટ ફિલ્મ ‘ડ્રીમ ગર્લ 2’ 25 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં આયુષ્માન ફરી એકવાર પૂજા બનીને પુરૂષો સાથે ફ્લર્ટ કરતો જોવા મળી રહ્યો છે. આ ફિલ્મનું નિર્દેશન રાજ શાંડિલ્ય દ્વારા કરવામાં આવ્યું છે જે વર્ષ 2019માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ડ્રીમ ગર્લ’ની સિક્વલ છે. ચાલો જાણીએ આ ફિલ્મે રિલીઝના પહેલા દિવસે કેટલા કરોડની કમાણી કરી છે.
‘ડ્રીમ ગર્લ’ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી, તેથી જ દર્શકો ‘ડ્રીમ ગર્લ’ની સિક્વલની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આવી સ્થિતિમાં, ‘ડ્રીમ ગર્લ 2’ ને ઓપનિંગ ડે પર બોક્સ ઓફિસ પર જબરદસ્ત શરૂઆત મળી છે, જેના પરથી કહી શકાય કે આ કોમેડી ફિલ્મે પ્રથમ દિવસે જ ચાહકો પર પોતાની છાપ છોડી દીધી છે.’ગદર 2’ના ક્રેઝ વચ્ચે આયુષ્માન ખુરાનાએ પૂજા બનીને લોકોનું ખૂબ મનોરંજન કર્યું છે.
આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ડ્રીમ ગર્લ 2’એ રિલીઝ પહેલા 9-10 કરોડની કમાણી કરી લીધી છે. જ્યારે સની દેઓલની ફિલ્મ ‘ગદર 2’ બોક્સ ઓફિસ પર પહેલાથી જ દબદબો જમાવી ચુકી છે. આવી સ્થિતિમાં ‘ગદર 2’ની સુનામી વચ્ચે ‘ડ્રીમ ગર્લ 2’નું આ કલેક્શન ખૂબ જ સારું માનવામાં આવે છે.સાથે જ ‘ડ્રીમ ગર્લ 2’નું આ કલેક્શન વીકેન્ડ પર વધવાની શક્યતા છે છે.
‘ડ્રીમ ગર્લ 2’ રિલીઝ પહેલા ‘ગદર 2’ અને ‘OMG 2’ બોક્સ ઓફિસ પર દબદબો જમાવી રહી છે. એક તરફ સની દેઓલની ‘ગદર 2’એ બોક્સ ઓફિસ પર 400 કરોડથી વધુનો બિઝનેસ કરીને ઈતિહાસ રચ્યો છે, તો બીજી તરફ અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠીની ‘ઓહ માય ગોડ 2’એ પણ સદી ફટકારી છે. જણાવી દઈએ કે બંને ફિલ્મો ‘ગદર 2’ અને ‘OMG 2’ 11 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. જે રીતે આ બંને સિક્વલ ફિલ્મો અત્યારે બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ છે. આવી સ્થિતિમાં, આયુષ્માન ખુરાનાની ‘ડ્રીમ ગર્લ 2’ આગામી સિક્વલ હિટ બની શકે છે કે કેમ તે જોવું રસપ્રદ રહેશે.
આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડેની જોડી
આ ફિલ્મ વર્ષ 2019માં આવેલ ફિલ્મ ‘ડ્રીમ ગર્લ’ની સીક્વલ છે. ફિલ્મ ‘ડ્રીમ ગર્લ 2’ની કાસ્ટની વાત કરવામાં આવે તો આ ફિલ્મમાં આયુષ્માન ખુરાનાની સાથે અનન્યા પાંડે, અન્નુ કપૂર, અભિષેક બેનર્જી, વિજય રાજ, સીમા પાહવા, મંજોત સિંહ મુખ્ય ભૂમિકા ભજવતા જોવા મળશે. સાથે જ પહેલી વાર આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડેની જોડી જોવા મળી છે.