Municipal Elections પરિણામો બાદ ઓવૈસીએ ગુજરાતના કોંગ્રેસી નેતાઓને કહ્યાં મોટા એક્ટર

 Municipal Elections પરિણામો બાદ ઓવૈસીએ ગુજરાતના કોંગ્રેસી નેતાઓને કહ્યાં મોટા એક્ટર

મહાનગરપાલિકાના ચૂંટણી (Municipal Elections) પરિણામો બાદ ગુજરાતમાં રાજકીય માહોલ સંપૂર્ણ રીતે બદલાઈ ગયો છે. એક તરફ ગોધરામાં (Godhra) સાંસદ અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) જ્યાં તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને (PM Narendra Modi) પડકારતા જોવા મળે છે, તો બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) શુક્રવારના સૂરતમાં પોતાની પાર્ટીના વિજેતા જનપ્રતિનિધિઓને મળવા તથા રોડ શો દ્વારા પોતાના રાજકીય મેદાનને વધુ મજબુત બનાવવા માટેની વ્યૂહરચના પર કામ શરૂ કર્યું છે. આમ આદમી પાર્ટીની (Aam Aadmi Party) સક્રિયતા ગુજરાતમાં કોંગ્રેસ (Congress) માટે ખતરાની ઘંટી સમાન છે જો દિલ્હીની જેમ આપ ગુજરાતમાં પોતાનો જન આધાર તૈયાર કરે છે તો તેનું સીધું નુકસાન કોંગ્રેસને ભોગવવું પડશે.

ઓલ ઇન્ડિયા મજલિસ ઇત્તેહાદુલ મુસ્લિમિનના (AIMIM) સાંસદ અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) ગોધરામાં તેમની ચૂંટણી સભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને (PM Narendra Modi) સીધો પડકાર ફેંકતા જોવા મળે છે. જ્યાં ભાજપને (BJP) ચેતવણી અને કોંગ્રેસને સલાહ આપતા જોવા મળ્યા છે. ઓવૈસીનું કહેવું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની સામે આંદોલન કરનારા લોકો આંદોલનકારી લાગે છે તો તેઓ જ્યાં સુધી જીવંત રહેશે આંદોલનકારી બનીને રહેશે. મુદ્દો સીએએનો હોય કે, કિસાન આંદોલનનો કેન્દ્ર સરકાર વાત કરવાનું પસંદ કરી રહી નથી.

ઓવૈસી (Asaduddin Owaisi) કોરોના મહામારીના કારણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) વિદેશ પ્રવાસ નહીં કરી શકવા પર કટાક્ષ કરતા કહ્યું કે, વિદેશ નથી જઈ શકતા તો સિંધુ બોર્ડર તો જઈ શકો છો. સાંસદ ઓવૈસીનું કહેવું છે કે, કેન્દ્ર સરકાર સત્તાના નશામાં તેમને પોતાના દેશની જનતા સાથે વાત કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે. ગોધરાની આ ચૂંટણી રેલીમાં ઓવૈસી ખુલીને મુસ્લિમ કાર્ડ રમતા જોવા મળ્યા, જ્યાં તેમણે એક તરફ એશિયાના સૌથી મોટા શેખ કબ્રસ્તાનનો રસ્તો ખરાબ હોવાની વાત કરી તો બીજી તરફ ગોધરામાં છોકરીઓ માટે ધોરણ આઠ પછી ઉર્દૂ શાળા ન હોવાનો પણ દાવો કર્યો.

જો કે, શાળાના વહીવટીતંત્રએ તેમના આ દાવાને નકારતા જણાવ્યું કે, ઉર્દૂની 3 સ્કૂલો છે જેમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સુધી અભ્યાસ કરાવવામાં આવે છે. ઓવૈસીએ પોતાના અંદાજમાં પ્રધાનમંત્રીને સબકા સાથ સબકા વિકાસ નારા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, ગોરધામાં રેલ્વે ટ્રેકની એક તરફ જ્યાં વિકાસ જોવા મળી રહ્યો છે ત્યાં રેલ્વે ટ્રેકની બીજી તરફ મુસ્લિમ વસાહતોમાં વિકાસ માટે પૈસા ખર્ચવામાં આવતા નથી. ઓવૈસી આ રેલીમાં પોતાની પાર્ટીના ઉમેદવારોનો લોકો સાથે સંપર્ક કરાવતા જોવા મળ્યા તથા તેમની ઓળખ વિશે માહિતી આપી. સાથે જ કોંગ્રેસ તેમજ અન્ય પક્ષો તરફથી તેમની પાર્ટીને ભાજપની બી ટીમ કહેવામાં પર જવાબ આપ્યો કે, અમે બિકાઉ નથી.

નામ લીધા વગર કોંગ્રેસના નેતાઓ પર ઓવૈસી આરોપ લગાવે છે કે, અહીં લોકો મોટા ગજબના એક્ટર છે. મુસલિમ મતદારો પાસેથી વોટ લઇને અઢી વર્ષ તેમના હીરો બનીને ફરે છે અને બાકીના અઢી વર્ષ સરકારની સામે પોતાને વેચે છે. ઓવૈસી આ નેતાઓને સલાહ પણ આપે છે કે, તમે અહીં રાજકારણમાં શું કરી રહ્યા છો, મુંબઇ જઈને ફિલ્મો કરશો તો સુપરહિટ થઈ જશો. ઓવૈસી કહે છે કે, અમારા ઉમેદવાર ઓછા છેતો શું થયું જંગલમાં એક સિંહ જ પર્યાપ્ત છે, જ્યારે તે ચાલે છે તો જંગલના પ્રાણીઓ તેના માટે રસ્તો છોડી દે છે.

ઓવૈસીએ કહ્યું કે, જ્યારે સંસદમાં બોલવા માટે ઉભા થયા છે તો ઘણા સાંસદ એવું વિચારીને પરેશાન થવા લાગે છે કે, આ શેરવાની દાઢી ટોપીવાળો જાણે શું બોલશે. તેમણે ફરી એકવાર ત્રિપલ તલાકનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે, આ લોકો એટલે કે ભાજપને મુસ્લિમ મહિલાઓની ચિંતા ક્યારથી થવા લાગી, જો કોઇ મુર્ખ વ્યક્તિ પોતાની પત્નીને ત્રણ વખત તલાક કહી છોડી દે છે તો શું તે વ્યક્તિને 3 વર્ષ સાબરમતી જેલમાં પુરી તેની પત્નીને 3 વર્ષ દર દરની ઠોકર ખાવા માટે છોડી દેવામાં આવે.

શું સરકાર એવું માને છે કે, 3 વર્ષ પતિથી અલગ રહ્યા બાદ તેના જેલમાંથી છૂટ્યા બાદ તે સાબરમતી જેલ જશે અને ઢોલ નગારા સાથે તેનું સ્વાગત કરી ઘરે પરત લઈ આવશે. ઓવૈસી કહે છે કે, જો ત્રણ તલાક કાયદેસર રીતે માન્ય નથી તો તે ગુનો કેવી રીતે થયો. ઓવૈસી મુસ્લિમ કોમની મૂળ જમીન પર સવાલ ઉઠાવનારાઓને પૂછે છે કે, આઝાદી પહેલા 1857 ના યુદ્ધમાં મદ્રેસાના ઉલેમા તથા મુફ્તીઓએ આઝાદીની લડતમાં ભાગ લીધો હતો. દર્શન અમદાવાદ મહાનગરપાલિકા ચૂંટણીમાં 7 સીટ જીત્યા બાદ હવે એઆઇએમના નેતા હવે સંપૂર્ણ રીતે ફોર્મમાં આવી ગયા છે.

ગુજરાતમાં પોતાની રાજકીય જમીન શોધવા આવેલા ઓવૈસીને અહીં ઘણી સંભાવનાઓ જોવા મળી રહી છે તથા આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી તથા કોંગ્રેસ બાદ પ્રદેશની રાજનીતીમાં આમ આદમી પાર્ટી તથા એઆઇએમઆઇએમના ઉદભવ બાદ નવા સમીકરણ રચાય તો તે આશ્ચર્યજનક નહીં હોય, પરંતુ આ સંપૂર્ણ રાજકીય પરિવર્તનમાં કોંગ્રેસને ભારે નુકસાનની આશંકા જોવા મળી રહી છે. રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે, જો દિલ્હીની જેમ આમ આદમી પાર્ટી ગુજરાતમાં પણ મધ્યમ વર્ગ તથા રોજિંદા કમાતા મજૂરો સાથે સંપર્ક સાધવા તથા તેમનો વિશ્વાસ જીતવામાં સફળ થઈ જાય છે તો કોંગ્રેસને અહીં પણ અસ્તિત્વની લડાઈ લડવી પડશે.

Simoni Shah

Leave a Reply

Your email address will not be published.