હવે સુરતમાં વધુ એક ‘તથ્ય પટેલ’ ઊભો થયો: 5 લોકોને કાર ચાલકે ઉડાવ્યા, લોકોએ મેથીપાક ચખાડ્યો, સામે આવ્યાં ચોંકાવનારા CCTV
સુરતમાં પણ અમદાવાદ ઇસ્કોન બ્રિજ જેવી ઘટનાનું પુનરાવર્તન થયું છે. વાત જાણે એમ છે કે, સુરતમાં એક બેફામ નબીરાએ કથિત રીતે દારૂના નશામાં BRTS રુટમાં કાર ચલાવી બાઇકસવાર યુવકોને અડફેટે લીધા હતા. આ તરફ કારની અડફેટે આવેલ યુવકોને સારવાર અર્થે ખસેડાયા તો સ્થળ પર હાજર લોકોએ બેફામ નબીરાને મેથીપાક ચખાડી પોલીસને સોંપ્યો હતો. આ તરફ હવે અકસ્માતની ઘટનાના CCTV પણ સામે આવ્યા છે.
સુરતમાં નબીરો સાજન ઉર્ફે સન્ની પટેલ બેફામ બન્યો હોવાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ નબીરા સાજન ઉર્ફે સન્ની પટેલ નામના ઇસમે કથિત રીતે દારૂ પી બેફામ ડ્રાઇવિંગ કર્યું હતું. આ તરફ સાજન ઉર્ફે સન્ની પટેલે BRTS રૂટમાં યુવકોને અડફેટે લીધા હતા. જોકે હવેઆ અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં બેફામ જતી કાર વાહનચાલકોને ઉડાવ્યા હોવાનું દેખાઈ રહ્યું છે. ઓવર સ્પીડમાં જતી કારએ યુવાનોને અડફેટે લેતા કેટલાક વ્યક્તિઓ ઇજાગ્રસ્ત બન્યા હતા.