ગુજરાત અને દેશભરમાં સતત વધતી જતી મોંઘવારીમાં વધુ એકવાર CNG ગેસના ભાવમાં વધારો થયો છે. આજે અદાણી CNG ગેસના ભાવમાં પ્રતિકિલો દિઠ રૂ.1.99નો વધારો થયો છે. પેટ્રોલ-ડીઝલ, ઘરેલુ ગેસ, શાકભાજી બાદ CNGના ભાવમાં પણ વધારો થતાં મધ્યમ વર્ગના લોકોનું બજેટ ખોરવાશે. આ સાથે ભાવ વધારાથી રિક્ષા-ટેક્સી ચાલકો પણ બજેટ ખોરવાશે. આ તરફ હવે રીક્ષા ચાલકોએ સરકાર પાસે 2 માગ મૂકી છે. જેમાં CNG ગેસમાં સબસીડી આપવા અને ટેક્ષમાં ઘટાડો કરી અને CNGનો ભાવ ઘટાડવા માગ કરાઇ છે. જોકે આ માંગો નહીં સ્વીકારે તો આગામી ચૂંટણીમાં અમદાવાદના 2 લાખથી વધુ રીક્ષા ચાલકો પોતાનો પાવર બતાવશે તેવી ચીમકી પણ ઉચ્ચારાઈ છે.
અદાણી CNGગેસના ભાવમાં પ્રતિકિલો દિઠ રૂ.1.99નો વધારો થયો છે. પેટ્રોલ-ડીઝલ, ઘરેલુ ગેસ, શાકભાજી બાદ CNGના ભાવમાં પણ વધારો થતાં મધ્યમ વર્ગના લોકોનું બજેટ ખોરવાશે. આ સાથે ભાવ વધારાથી રિક્ષા-ટેક્સી ચાલકો પણ બજેટ ખોરવાશે. જેને લઈ હવે રિક્ષા ચાલકો ભારે રોષ સાથે સરકાર સામે બે માંગો મૂકી છે. આ સાથે જો માંગો નહીં સ્વીકારાય તો આગામી ચૂંટણીમાં પોતાનો પાવર બતાવવાની પણ ચીમકી ઉચ્ચારી છે.
CNG ગેસમાં સતત ભાવ વધારો થઈ રહ્યો છે. તેવામાં હવે પેટ્રોલ-ડીઝલ, ઘરેલુ ગેસ અને શાકભાજી બાદ હવે CNGમાં પણ વધારો થતાં રિક્ષાચાલકોની હાલત કફોડી બની છે. તેવામાં હવે રીક્ષા ચાલકોએ સરકાર પાસે 2 માગ મૂકી છે. જેમાં CNG ગેસમાં સબસીડી આપવા અને ટેક્ષમાં ઘટાડો કરી અને CNGનો ભાવ ઘટાડવા માગ કરાઇ છે. આ માંગો નહીં સ્વીકારે તો આગામી ચૂંટણીમાં અમદાવાદના 2 લાખથી વધુ રીક્ષા ચાલકો પોતાનો પાવર બતાવશે તેવી ચીમકી પણ ઉચ્ચારાઈ છે.