કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિ (Shani Dev)નબળો હોય તો તે વ્યક્તિએ અશુભ પરિણામો ભોગવવા પડે છે. જો શનિ મજબૂત હોય તો નસીબ સાથ આપે છે અને સારા પરિણામ પ્રાપ્ત થાય છે. દરિદ્રમાંથી રાજા બનતા વાર નથી લાગતી. શનિવારના દિવસે સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત બાદ શનિદેવની પૂજા (Shani Dev Puja)કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. શનિવારના દિવસે અહીંયા જણાવેલ ઉપાયો કરવામાં આવે તો શનિદેવ અપરંપાર કૃપા વરસાવે છે.
ગાયને તેલવાળી રોટી ખવડાવો – હિન્દુ ધર્મ અનુસાર શનિદેવને ન્યાયાધીશ કહેવામાં આવ્યા છે. શનિદેવ વ્યક્તિના તમામ સારા નરસા કર્મોનો હિસાબ રાખે છે અને તે અનુસાર ફળ આપે છે. જે વ્યક્તિના જીવનમાં શનિદેવ પ્રતિકૂળ સ્થાન પર હોય છે, તે વ્યક્તિએ જીવનમાં અનેક પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે. જ્યોતિષ શાસ્ત્રમાં તે માટે એક સરળ એક ઉપાય બતાવવામાં આવ્યો છે. શનિવારની સાંજે સૂર્યાસ્ત બાદ ગાયને તેલવાળી રોટલી ખવડાવવાથી કુંડળીમાં શનિની સ્થિતિ મજબૂત થાય છે.
આ પ્રકારે પ્રસન્ન કરો – શનિદેવને પ્રસન્ન કરવા માટે ભક્ત વ્રત કરે છે અને પૂજા પાઠ કરે છે. શનિની અશુભ અસરોથી બચવા માટે ભક્ત અનેક પ્રકારના ઉપાય પણ કરે છે. આ તમામ ઉપાય કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. શનિવારના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સવારે ઉઠીને સ્નાન કરવું જોઈએ. નિવૃત્ત થયા બાદ શનિદેવની પૂજા કરવી જોઈએ. જેનાથી જીવનમાં દુ:ખ, કલેશ અને અસફળતા દૂર થઈ જાય છે. વ્યક્તિના જીવનમાં સૌભાગ્ય આવે છે.
આ સરળ અને ચમત્કારિક ઉપાય અપનાવો – જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સરસિયાના તેલમાં લોખંડની ખીલી નાખીને તેનું દાન કરો. આ પ્રકારે કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને તમામ મનોકામના પૂર્ણ થાય છે. આ દિવસે છાયા દાનનું પણ વિશેષ મહત્વ રહેલું છે. કાંસાની વાટકીમાં સરસિયાનું તેલ લઈને તેમાં તમારો ચહેરો જોવો અને શનિદેવના મંદિરે મુકી આવો. તેલના પરોઠા બનાવો અને તેના પર કોઈ ગળી વસ્તુ મુકીને ગાયના વાછરડાને ખવડાવવાથી અનેક લાભ થાય છે.