શંકરસિંહ વાઘેલા: આવી સરકાર ડૂબી મરે તો પણ આપણને વાંધોના હોય.

 શંકરસિંહ વાઘેલા: આવી સરકાર ડૂબી મરે તો પણ આપણને વાંધોના હોય.

શંકરસિંહ વાઘેલા: આવી સરકાર ડૂબી મરે તો પણ આપણને વાંધોના હોય.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ( NCP)ના ગુજરાત અધ્યક્ષ શંકરસિંહ વાઘેલાએ સરકાર અને રેલ્વે વિભાગને પરપ્રાંતીય શ્રમિકોની ટ્રેનની ટિકિટના પૈસા લેવા બદલ આડે હાથ લિધા હતા. તેમને આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતુ કે પરપ્રાંતીય શ્રમિકો પાસે ટ્રેનની ટિકિટના પૈસા લેવા કરતા ડુબી મરવું જોઈએ.

વધુમાં શંકરસિંહ વાઘેલાએ કોગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના વખાણ કરતા જણાવ્યું હતુ કે હું સોનિયા ગાંધીનો આભાર માનું છું કે આવા કપરા સમયે તે મજુરો ની સાથે રહ્યા અને તેમની પાર્ટ્ટી ના લોકો ને કહ્યું કે જે લોકો તેમના વતન પાછા ફરવા માગતા હોય તેમની તમામ જવાબદારી પાર્ટી લઇ લે. અને ભારતીય જનતા પાર્ટી ના લોકો ને રેચ લાગ્યો અને તે હવાતિયા મારવા લાગ્યા.

શંકરસિંહ વાઘેલા એ વધુમાં કહ્યું કે અધિકૃત અધિકારીઓ એવું કહે છે કે ટિકિટના પૈસા આપવા પડશે. મજૂરો એ ટિકિટના પૈસા આપ્યા. તેમને કહ્યું કે એટલુંજ નહિ પીએમ કેર ફંડના જે પૈસા આવ્યા છે, મુખ્ય મંત્રી કેર ફંડમાં જે પૈસા આવ્યા છે તે આમાં વાપરો. પીએમ કેર ફંડ જે પૈસા આવ્યા તેમાં વર્લ્ડ બેંકે 7000 કરોડ આપ્યા, એડીબીએ 16000 કરોડ રૂપિયા આપ્યા, આઈએમએફે 30000 કરોડ રૂપિયા આપ્યા ઇવન પીએમ કેર ફંડ માં પણ 15000 કરોડ રૂપિયા જેટલા ભેગા થયા હશે. તેમને કહ્યું કે હું દેશની સરકાર ને પૂછવા માગું છું આ પૈસા ગયા ક્યાં તેનો હિસાબ તો આપો. તમે આનું ઓડિટ નથી કરાવતા, સંસદ માં આ પૂછવાનું એલાઉ નથી કરતા, સીએજી નીચે પણ આ પીએમ કેર ફંડ નથી આવતું. તો આ પીએમ કેર ફંડને, મુખ્ય મંત્રી કેર ફંડને કરવાનું શું જો આવા કપરા સમયમાં આ પૈસા મજૂરોની રેલવેની ટિકિટમાં, પીવાના પાણીની એક બોટલમાં, બે રોટલી અને શાકમાં પણ જો કામમાં ના આવવાના હોય તો આવી સરકાર ડૂબી મરે તો પણ આપણને વાંધોના હોય.

Digiqole ad Digiqole ad

admin

1 Comment

  • Khub j sari vat Kari ane Govt. Of India dwara Jaher karvama aavyu che ke 85% Central Govt. Asparagus and 25% state Govt. apshe to say angeni mahiti mervi ne Rathavi news paper napkins cutting Bhargav Kari Supreme Court MA case dakhl karvo joiye ane shramiko pase this lidhel paisa parat apavava joiye .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *