કોરોના મહામારી ના લોકડાઉન માં અર્જુનભાઇ મોઢવાડીયાના ટ્વીટર હેન્ડલે ૧૦૮ જેવી સેવા આપી

 કોરોના મહામારી ના લોકડાઉન માં અર્જુનભાઇ મોઢવાડીયાના ટ્વીટર હેન્ડલે ૧૦૮ જેવી સેવા આપી

કોઈ એ સાચું જ કીધું છે કે, કામ કરવા માટે, હોદો અને સત્તા નહીં પણ મંશા હોવી જરૂરી છે.

એકવીસમી સદીમાં જ્યારે સોશિયલ મીડિયા ના માધ્યમ દ્વારા, ફેક ન્યુ, અર્ધસત્ય ફેલાવીને  લોકો ના મનમાં ઝર પ્રસારી ને, કોમી અશાંતિ નો માહોલ ઉભા કરાય છે, ચૂંટણીઓ ને મેલી રાજનીતિ થકી પ્રભાવિત કરાય છે, ત્યારે એવા બહુ ઓછા વીરલાઓ મળે છે, જે, પોતાના રોજીંદા કામ ની સાથે ટેક્નોલોજી અને આધુનિક યુગ ની પેઢી સાથે સંકળાયેલા રહે છે, ચર્ચા કરે છે, પોતાના વતન, વિસ્તાર, રાજ્ય અને દેશ માટે કંઈક કરવા, સોશિયલ નેટવર્કિંગ અને સોશિયલ મીડિયા નો પ્રચુર ઉપયોગ કરે છે.

પોરબંદર ના વતની, ગુજરાત કોંગ્રેસ ના પૂર્વ પ્રમુખ અને પૂર્વ વિરોધ પક્ષના નેતા શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા આ વાત ની સાક્ષી પૂરે છે.

ફેસબુક અને ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પર, અર્જુનભાઇ મોઢવાડિયા ખૂબ સક્રિય છે અને નાના મોટા સૌ કોઈ ની સાથે વિવિધ વિષયો અને સમસ્યાઓ અંગે ચર્ચા અને વિચારોનું આદાન પ્રદાન કરતા હોય છે.

ફેસબુક પર તેમનું પેજ ખૂબ લોકપ્રિય છે અને તે પેજ ના 1 મિલિયન ફોલોવર છે. ફેસબુક ઉપર અર્જુનભાઈ પોતાના વિચારો તો વ્યક્ત કરે જ છે, પણ સાથો સાથ ફેસબુક લાઈવ કરી, તેમના કાર્યકારો અને સામાન્ય નાગરિક સાથે ચર્ચા કરતા રહે છે.

ટ્વિટર ની પણ એક અલગ જ દુનિયા છે. 140 અક્ષરોમાં પોતાના વિચાર પ્રગટ કરવા માટે જાણીતું બનેલું આ માધ્યમ જાણે કે વાયુ વેગે દુનિયાભરમાં સમાચાર અને વિચાર વહેતા કરવા માટે નું નવું સાધન ના હોય. ટ્વિટર ઉપર અર્જૂનભાઈ ને દુનિયાના વિવિધ ખૂણે રહેલા 2 લાખ લોકો ફોલો કરે છે.

જેમ દરેક શોધ, વિચાર અથવા કાર્ય ના બે પાસા હોય છે તેમ ફેસબુક અને ટ્વિટર ના પણ છે. આ માધ્યમ થકી જો લોકો ને ઉશ્કેરી શકાય છે તો બીજી બાજુ લોકોની વહારે આવી ને મદદ પણ કરી શકાય છે. સોશિયલ મીડિયા એક એવું છોડ છે, જે વાવશો એવું લણશો ને સાચી ઠરાવે છે.

રાજય અને દેશના કે વિશ્વના કોઈ પણ ખૂણા માથી અથવા બીજા કોઈ સરકારી સમસ્યાઓ અંગે, કોઈ પણ વ્યક્તિ, નામી, અનામી, પદાધિકારીઓ અથવા તો સામાન્ય માણસ, અર્જુનભાઇ ને ટ્વિટર પર સંપર્ક કરે છે, ત્યારે અર્જુનભાઇ વિના સમય ગુમાવ્યા વગર મદદ કરવાની કોશિશ કરે છે અને સમસ્યા નું નિવારણ લાવે છે.

હાલ ના સમયે, જ્યારે કોરોના વાયરસ મહામારીએ સમગ્ર વિશ્વને પોતાના વિકરાળ બરડામાં જકડી છે ત્યારે માનવી ને પોતાનો જીવ બચાવવા, પોતાના રોજીંદા કામ, વ્યવસાય, રોજી, બધું નેવે મૂકીને, સોશિયલ ડિસ્ટન્સ રાખવા અને માનવ સંપર્ક તોડવા, પોતાના જ ઘરમાં બંધ થવું પડ્યું છે.

જે સુખી છે એને નથી ખબર કે ગરીબ ના ઘરમાં રોજી વગર અન્ન નથી હોતું. જે પોતાના સગવડતાવાળા ઘરમાં છે તેઓને પરપ્રાંતિય મજૂરોની વેદના ખબર નથી કે રોજી માટે પરપ્રાંત માં વસવું શું છે અને પોતાના પરિવાર થી દૂર, ઓટલા અને રોટલા વગર, જેમ કિસ્મત કે સરકાર દોરે, ત્યાં દોરાઈ જવું અને દિવસો પસાર કરતા જવું.

લોકડાઉનના આ સમય દરમ્યાન બિહાર, ઓડિશા, ઝારખંડ જેવા રાજ્યોના અસંખ્ય શ્રમિકો, મજૂરો, વિદ્યાર્થીઓ, ગુજરાત ના સુરત, રાજકોટ, અમદાવાદ,વડોદરા,હીમતનગર,વલસાડ,જામનગર જેવા શહેરોમાં લોકડાઉન દરમિયાન ફસાઈ ગયા હતા. ટ્વિટર પર આ ફસાયેલા લોકો માટે ઘણા લોકો મદદ માગી રહ્યા છે ત્યારે અર્જુનભાઇ, પક્ષ, રાજ્ય અથવા દિવસ રાત જોયા વગર, જે તે શહેર અથવા વિસ્તારના કાર્યકર્તા અને હોદેદાર સાથે વાત કરી ને તાત્કાલિક મદદ પહોંચાડી છે. ટ્વિટરના માધ્યમથી અર્જુનભાઈ મોઢવાડિયાએ એટલી ઝડપથી મદદ પહોચાડી કે જાણ્યા – અજાણ્યા, રાજ્ય બહારના અનેક મહાનુભાવોએ પોતાના રાજ્યના ગરીબ-જરૂરિયાતમંદ મજૂરો , કામદારો, રેશનકાર્ડ પહોચડવા , યોગ્ય મદદ કરવા માટે ટ્વિટર મારફતે અર્જુનભાઈ ને જાણ કરી અને અર્જુનભાઇએ આવા ફસાયેલા દુ:ખી લોકોને જરૂરિયાત મુજબ મદદ પણ કરી.

સંકટ ના સમય, જેઓ પોતના ઘર કે વતન થી દૂર હોય છે, તેમને પોતાનું વતન અને પોતાના લોકો ની યાદ વધારે સતાવે, એ પછી અર્જુનભાઇ જ કેમ ના હોય.

માતૃભૂમિ પોરબંદર ખાતે, કોંગ્રેસ અને સ્થાનિક કાર્યકર્તાઓ સાથે મળીને, 10,000 ફૂડ પેકેટ નું સ્વહસ્તે વિતરણ કર્યું છે અને હાલ ના તબક્કે પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તાર ને સેનેતાઇઝ કરવાની પ્રક્રિયા ચાલુ છે ત્યારે અર્જુનભાઇ મોઢવાડિયા પોતાના ખર્ચે સેનેટાઈઝર મશીન મંગાવી, જાતે ચલાવી ને પોરબંદરમાં લોકો ની સુરક્ષા માટે કામ કરી રહ્યા છે.


ટેક્નોલોજી થકી લોકો ને મારવા નહીં પણ ઉગારવા મથતા અર્જુનભાઇ સાથે આપ પણ જોડાયેલા રહો. તેમને ટ્વિટર અને ફેસબુક પર ફોલો કરી, તેમની સાથે દેશ, દુનિયા અને રાજ્ય ને લાગતા વિચારો ની ચર્ચા કરી, લોકસેવા અથવા બીજા કોઈ સુકાર્ય માટે સંકળાયેલા રહો.

Digiqole ad Digiqole ad

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *